ગાંધીનગર: રાજ્યના નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસે એક મહત્વનું પગલું લીધુ છે.પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે કે તમારી સાથે પોલીસ તોછડાઈ ભર્યું વર્તન કરે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો.અને ગુજરાત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
પોલીસ વર્તણૂક વિરુદ્ધમાં ફરિયાદ કરવા ટોલ ફ્રી ૧૪૪૪૯ ડાયલ કરો.
Helpline No: 14449 pic.twitter.com/KBiwKg3dRF
— Gujarat Police (@GujaratPolice) November 17, 2024
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ‘આપની જાગૃતિ, રાખશે આપને સલામત! જો આપ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવતા હોવ તો ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 14449 પર સંપર્ક કરો અને સહાય મેળવો.’ જો કોઈ નાગરિક દ્વારા આ નંબર પર સંપર્ક કરવામાં આવશે તો તપાસ કરીને જે અસભ્યતા ભર્યું વર્તન કરનાર પોલીસ કર્મી સામે કડક ભાગલા ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,10 નવેમ્બરે અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલ છે. બોપલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વીરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરીને સામાન લઇને પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ આખો ઝગડો અને હત્યા નો બનાવ બનવા પામ્યો હતો. જેથી આ ઘટના બાદ ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારનો હેલ્પ લાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે.