Friday, September 18, 2026

ખાનગી શાળાઓ પાછળના દરવાજેથી ડ્રેસ, સ્ટેશનનરી મુદ્દે લૂંટ નહીં ચલાવી શકે : સરકારની ગાઇડલાઇન

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં આગામી 13મી જૂનથી ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરીથી ખૂલી રહી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ તથા સ્ટેશનરી સહિતની સામગ્રી ખરીદતા હોય છે. એવામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા માટે શાળાઓ દ્વારા દબાણ કરાતું હતું તે હવે નહી કરી શકાય. આ પ્રકારનું દબાણ કરવું હવે દંડનીય ગુનો બની ચુક્યો છે. અનિયમિતતા આચરી ખાનગી શાળાઓ સામે પહેલીવારમાં 10 હજાર ત્યાર બાદનાં દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયાનો દંડ વસુલવા માટેની જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે 5 વખતથી વધુ વખત ફરિયાદ મળશે તો શાળા અને તેની સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે.

વિદ્યાર્થી તથા તેના વાલીઓને ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી જ મટિરિયલ કે કોઇ ચોક્કસ કંપનીનું મટિરિયલ ખરીદવા માટે મજબુર નહી કરી શકાય. આ અંગે જો કોઇ પણ શાળા દબાણ કરે તો તમે જિલ્લાના શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. જિલ્લા શિક્ષણાધિકારીએ આવી ફરિયાદ મળ્યાના કિસ્સામાં પ્રાથમિકતા આપીને તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહેશે. તેમ છતાં પણ ક્યાંય કાચુ કપાતું હોય તેવું લાગે તો સીધો જ શિક્ષણમંત્રીને ફરિયાદ કરવા માટેની જોગવાઇ પણ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...