20.8 C
Gujarat
Sunday, December 22, 2024

ડોક્ટર બનવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓનું સપનું સાકાર કરતી સરકારની આ યોજના, આજે જ લાભ લો

Share

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓની ફળશ્રુતી રૂપે રાજ્યની દિકરીઓ શિક્ષિત થઈ આત્મનિર્ભર બની રહી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દિકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા માટે રૂ. ૬૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દિકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહી છે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-૧૨ પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBS ના અભ્યાક્રમ માટે રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યની ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાંને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓ પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૬૦ કરોડની જોગવાઈ કરી છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles