ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત પોલીસનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) હવે રાજ્યમાં પોતાનું અલગ પોલીસ સ્ટેશન ધરાવશે.ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષાના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માટે પ્રથમ પોલીસ સ્ટેશન શરૂ થવાનું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, SMC માટે આ નવી પ્રકલ્પના અમલમાં આવી રહી છે, જેનો હેતુ કાયદાનું અમલ કરવામાં અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં SMCની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવાનો છે અને તે એક રાજ્ય કક્ષાનું એક જ પોલીસ સ્ટેશન હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. તેની પ્રાથમિક જવાબદારીઓમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. SMCની મુખ્ય પ્રવૃત્તિઓ ગુજરાત પ્રોહિબિશન એક્ટ (સુધારા) 2017 અને જુગાર નિવારણ અધિનિયમ 1887 ના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SMC રાજ્યવ્યાપી દરોડા પાડે છે અને સમગ્ર ગુજરાતમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે.
SMC મુખ્યત્વે ગુજરાત પ્રોહિબિશન એક્ટ (સુધારા) 2017 અને જુગાર નિવારણ અધિનિયમ 1887 ના અમલીકરણ પર કાર્યરત છે. તે રાજ્યવ્યાપી દરોડા પાડે છે અને સમગ્ર ગુજરાતમાં પોતાની કામગીરી માટે અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે. SMC એ ગુજરાત પોલીસની એક વિશેષ શાખા છે જે ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને જુગાર નિવારણ અધિનિયમ જેવા કાયદાઓને અમલમાં મૂકવાનું કામ કરે છે. આ નવા પોલીસ સ્ટેશનના કારણે આ કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.
રાજ્યમાં વર્ષ 2024 દરમિયાન કરોડો રૂપિયાનો દારુ SMCએ ઝડપી પાડયો છે. SMCએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 455 કેસોની કાર્યવાહી દરમિયાન 22.51 કરોડથી વધુનો દારૂ પકડી પડ્યો છે. જેમાં પોલીસે કુલ 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 મેટ્રો સિટીમાંથી 2.60 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. સૌથી વધુ દારૂ વડોદરા શહેર વિસ્તારમાંથી ઝડપાયો છે.