27.2 C
Gujarat
Sunday, July 6, 2025

RERA માં અપીલ સહિતની 17 કાર્યવાહી ઓનલાઈન કરી શકાશે, CMએ પોર્ટલ લોન્ચ કર્યું

Share

ગાંધીનગર : કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે 2016 થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે. ગુજરાતમાં 1 મે-2017થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ) RERA ની સ્થાપના કરી છે.

આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે. રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે 17 જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ થશે.

(1) અપીલ ફાઇલિંગ અને નોંધણી
(2) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી
(3) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન
(4) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (Limitation Calculation and Delay Condonation Application)
(5) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ
(6) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી
(7) સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી
(8) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી
(9) દૈનિક યાદી (Daily Cause List)
(10) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા
(11) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા
(12) ચેતવણીની સૂચના (Caveat)
(13) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA)
(14) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ)
(15) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો
(16) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી
(17) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર

આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્ય પ્રધાને ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles