અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર હોટેલની બેદરકારી સામે આવી છે. ગ્રાહકે વેજ બિરીયાની ઓર્ડર કરતા પહેલા સમાચાર જાણી લેવા જરૂરી છે. વેજીટેરિયનની જગ્યાએ નોનવેજીટેરિયન ખાવાનું પણ લોકોને મોકલી આપવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ દ્વારા તપાસ કરી અને રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એક ગ્રાહક દ્વારા ઓનલાઈન ફૂડ એપ સ્વિગી મારફતે સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઇફ નામની રેસ્ટોરન્ટમાંથી જ વેજીટેરિયન બિરયાની મંગાવી હતી. ઓનલાઇન એપ મારફતે મંગાવેલી બિરયાની આવી હતી. ત્યાર બાદ તેને ખોલીને બે ચમચી જેટલું તેઓએ ખાધું ત્યારે તેઓને સ્વાદ અલગ લાગ્યો હતો અને તેઓને ખબર પડી હતી કે, આ વેજીટેરિયન નહીં પરંતુ નોન વેજીટેરિયન બિરયાની છે. બિરયાનીની બે ચમચી ખાધાની સાથે તેઓને ઉલટી થવા લાગી હતી અને ગ્રાહકની ધાર્મિક લાગણીઓ દુભાઇ હોવાથી ગ્રાહક ડિપ્રેસન્સમાં આવી ગયો છે. અગાઉ પણ હોટલો દ્વારા આવી ગંભીર પ્રકારની ભુલો થતી રહી છે. સાઉથ બોપલ ખાતે આવેલા ‘ધ રિબેલ ફાસ્ટ ફુડ પ્રોડક્સ’ એકમમાં નોનવેજ બિરીયાની બની હતી.
હોટેલ દ્વારા આ મામલે ભૂલનો સ્વીકાર કર્યો છે. સમગ્ર મામલે ગ્રાહકે AMC ફુડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ફુડ એકમ ખાતે વેજ અને નોન વેજ એક જગ્યા પર બનતું હતું. અને જ્યાં આ જમવાનું બનતું હતું તે એકમને સીલ કરવાની કાર્યવાહી ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે.