30.7 C
Gujarat
Saturday, June 21, 2025

સરકારી બાબુઓ સાવધાન ! ગાંધીનગરમાં ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં કેટલા ગળાડૂબ થઈ ગયા છે અને લાંચની ઘટનામાં વધારો થતા ACB પણ સક્રિય થઇ છે. જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ACBએ વિવિધ જગ્યાએથી લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. ACBની કાર્યવાહી બાદ પણ લાંચ લેવાની ઘટનાઓ ઓછી થઇ નથી.ગાંધીનગરમાં ફરી એક વખત જામનગર ACBની કાર્યવાહીમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ASIને 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમા અશોકભાઇ બેચરભાઇ ચૌધરી અર્નાર્મ્ડ ASI તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરી હતી. ASIએ ફરિયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહીં કરવાના અવેજ પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કર્યો હતો.

ફરીયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન અડાલજમાં આવેલા અતીથી ધાબા પાસે ગાંધીનગર સેક્ટર-7ના ASI ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઝડપાઇ જઇ ગુન્હો કર્યો હતો.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles