અમદાવાદ : PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, PM મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે ત્યારે બીજી તરફ આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. બંન્ને દિગજ્જો એક સાથે ગુજરાતની મુલાકાતે હોવાથી રાજકીય વર્તુળોમાં કંઈ નવાજૂની થવાની ચર્ચાએ જોર પકડયું છે.
આજે સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ કૉંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ 4 અલગ અલગ બેઠક કરશે. કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
જે બાદ રાહુલ ગાંધી કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખો તેમજ તાલુકા અને નગરપાલિકાના વડાઓને મળશે.તેઓ સાંજે 5 થી 7 વાગ્યા સુધી સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે.આ બેઠક કરી તેઓ અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે અને શનિવારે રાહુલ ગાંધી અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને તે જ દિવસે બપોરે દિલ્હી જવા રવાના થશે.
રાહુલ ગાંધી પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે કાર્યકરોએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીની ઝલક મેળવવા મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકરો ઉમટ્યા હતા. ઘણા લાંબા સમય પછી કૉંગ્રેસ કાર્યાલય પર આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
ત્યારે ફરી એક વાર PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે PM મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે. ત્યારે તેઓ આજે બપોરે સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે ત્યારબાદ PM સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહેશે અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે ત્યાર બાદ તેઓ સેલવાસથી પરત ફરશે અને સાંજે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે.
અહીં PM મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. તેમજ લીંબાયતમાં તેઓ NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અહીં નીલગીરી ગ્રાઉન્ડમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે આ કાર્યક્રમ બાદ તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે એટલે કે 8 માર્ચના રોજ PM મોદી નવસારીમાં કાર્યક્રમમાં હાજર રહેશે તેઓ ગઈ કાલે સવારે સુરત સર્કિટ હાઉસથી નવસારી માટે રવાના થશે આ કાર્યક્રમ બાદ તેઓ નવસારીથી સુરત એરપોર્ટ જશે ત્યાથી તેઓ દિલ્હી જવા રવાના થશે.