Wednesday, September 16, 2026

સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે નવા બિલમાં વધારી દીધી દંડની રકમ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન ન કરનાર કે સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) વસૂૂલીને જમા કરાવવામાં નિષ્ફળ જવું અથવા ખોટી માહિતી આપવા બદલ દંડમાં વધારો ઝીંક્યો છે. રૂપિયા 200ના બદલે હવે 1 લાખ કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025 વિધાનસભામાં રજુ કર્યુ છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એમાં દંડની રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આ જોગવાઈનું પાલન ન કરનાર તથા સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે તેની ખોટી માહિતી આપનારને દંડ ફટકારવામાં આવશે. જેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ સુધીની કરવામા આવી છે. નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, જે મુજબ અલગ અલગ ભૂલ કરનારને અલગ દંડની જોગવાઈ કરવામા આવી છે.

આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. આ કેસમાં જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે.

મૃતકના વારસદારો માટે રાહત
મૃતકની મિલકત વારસદારોને ટ્રાન્સફર કરતી વખતે માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ છે.

ગિરોખત મિલકત પર દંડમાં વધારો
આર્ટિકલ 36માં સુધારો કરીને ગિરોખત (માર્ગેજ) મિલકત માટે 5 હજાર રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ 500 થી 1000 રૂપિયા હતો.

સ્ટેમ્પ ડ્યૂટી પર વધુ સખ્તાઈ
1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી નહોતી, પરંતુ હવે 20-25 વર્ષ જૂની બાકી સ્ટેમ્પ ડ્યૂટીના કેસમાં બમણી રકમ ભરવાની ફરજ થશે. ઉદાહરણ તરીકે, જો 50 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય, તો 1 લાખ રૂપિયા ભરવા પડશે. તેમજ દર વર્ષે 3% દંડ ઉમેરવાની જોગવાઈ પણ છે.

ભાડાં કરાર પર નવી જોગવાઈ
રહેઠાણ માટે 11 મહિના 39 દિવસના ભાડાં કરાર માટે 500 રૂપિયા અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જો ભાડાં કરાર પંદર વર્ષ જૂનો છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરાઈ ન હોય, તો 10 હજાર રૂપિયા અને દરેક વધતા વર્ષ માટે 2% દંડ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આજે ત્રણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. ગુજરાત વિનિયોગ વિધેયક ૨૦૨૫ ગૃહમાં રજૂ થશે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. સરકારી વિધેયકો બાદ બિન સરકારી કામકાજ હાથમાં લેવાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...