Tuesday, September 29, 2026

નારણપુરામાં હાઉસિંગ રિડેવલોપમેન્ટને લઈને રહીશોના દેખાવો : રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહિ જેવા બેનરો લાગ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા સહીત અનેક હાઉસિંગમાં રેડેવલોપમેન્ટને લઈને અનેક રજૂઆતોનો કોઈ સકારાત્મક જવાબ ન આવતા નારણપુરામાં આજે સવારે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા ૨૦૧૬ માં સુધારા સહિતની માંગણીઓને લઈને નારણપુરા વિસ્તારમાં હાઉસિંગની વસાહતોમાં રહેતા અસંખ્ય રહીશોએ ભેગા મળી અલગ અલગ જગ્યાએ બેનરો લગાવી, માનવસાંકળ રચી, થાળી વેલણના નાદ સાથે સુત્ર્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો.

નારણપુરામાં GHB ઓફીસની સામે નિધી એપાર્ટમેન્ટ, પ્રગતીનગર ચાર રસ્તા, શ્રધ્ધાદીપ કોમ્પ્લેક્ષ, અમર એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ તથા રીંગરોડ પર નિર્મલ એપાર્ટમેન્ટ આગળ હાથમાં બેનરો સાથે આક્રોશ ઠાલવતા રહીશો રોડ પર ઉતર્યા હતા. આ દેખાવોના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જો યોગ્ય સકારાત્મક પરિણામ ટૂંક સમયમાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બધાને સાથે લઈ અન્ય આંદોલનત્મક કાર્યક્રમ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...