અમદાવાદ : શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પણ 30 થી વધુ હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં બોર્ડે રિડેવલપમેન્ટ પોલિસીનો કોઈ અમલ કર્યો જ ન હોવાનો અને અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ કામગીરીમાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં બિલ્ડરોના લાભાર્થે ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ટેન્ડરો ચાલું રાખતા હોવાની ફરિયાદો ઊઠી છે.
એક આગેવાનના મત મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બિલ્ડરોની મનમાની પ્રમાણે ચાલે છે. અને બિલ્ડરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં બિલ્ડરના લાભાર્થે પ્રોજેકટ લોનની મંજુરી આપવામાં આવી છે, છતાં એક વાર ટેન્ડર બાદ ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી.બિલ્ડર દ્વારા સમય મર્યાદામાં કામ નહીં કરતા હોવાને કારણે સોસાયટીના સભ્યો હેરાનગતિ ભોગવી રહ્યા છે.
એક ચર્ચા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 135 થી વધુ કોલોનીઓ (સોસાયટીઓ)ના ટેન્ડરો બહાર પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ અમદાવાદની 12 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી છે. 20 જેટલી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે ટેન્ડરો પાડવામાં આવ્યા છે.
એની સામે અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં અને ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગયા હોવા છતાં સરકારની રિડેવલપમેન્ટ પોલિસી વિરુદ્ધ ટેન્ડરો ચાલુ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.એક હાઉસિંગ આગેવાનના જણાવ્યા મુજબ દરેક ટેન્ડરની શરત મુજબ સમય મર્યાદા પૂર્ણ થતા હાઉસિંગ બોર્ડે ટેન્ડર કેન્સલ કરી તેની ઈએમડી જપ્ત કરી દાખલો બેસાડવો જાેઈએ, જેથી બિલ્ડરોની શાન પણ ઠેકાણે આવી જાય, અને સાથે સાથે લોકોમાં એક મેસેજ જાય ટેન્ડર કેન્સલ થશે તો રિડેવલપમેન્ટ અટકી જશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જાે સોસાયટીઓમાં એમઓયું કરવામાં સમય જાેઈતો હોય તો હાઉસિંગ બોર્ડ ટેન્ડરની સમય મર્યાદા વધારી શકે છે.પરંતુ સોસાયટીઓમાં લોકો રિડેવલપમેન્ટમાં બિલ્ડરની પ્રપોઝલ સ્વીકારતા ન હોઈ એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.નારણપુરા, નવા વાડજ સહિત અનેક સોસાયટીઓ એવી છે કે જયાં ટેન્ડર બહાર પાડયા બાદ એક પણ એમઓયું થયા નથી, અથવા તો થવાના કોઈ સંજાેગો પણ નથી, એમઓયું કરવામાં પ્રજામાં કોઈને રસ નથી કે બિલ્ડરને રસ નથી એવા સંજાેગોમાં ટેન્ડર કેન્સલ કરવા જાેઈએ.આવી તો અનેક સોસાયટીઓ છે કે જયાં બિલ્ડર રહીશો છેલ્લાં કેટલાંય સમયથી મિટીંગ પણ થઈ નથી, અનેક સોસાયટીઓમાં બિલ્ડરે એક આંટો પણ માર્યા નથી.
ઉદાહરણ તરીકે જાેઈએ…તો નવા વાડજમાં વિશ્રામ પાર્ક, હરિઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરામાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, ગણેશ, શ્રીનગર કે શિવાલય એપાર્ટમેન્ટની વાત કરીએ તો…આમાંથી કોઈ પણ સોસાયટીમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં કોઈ ડેવલપમેન્ટ નથી, જેથી આવી સોસાયટીઓમાં ટેન્ડર કેન્સલ કરીને બિલ્ડરો માટે દ્રષ્ટાંત બેસાડવું જાેઈએ.
આમ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કોઈ પણ કાર્ય માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. ટેન્ડર હોય કે ટેન્ડર સિવાયનું કામ હોય, કોઈ સમય મર્યાદા નહી, ન કોઈ કામગીરીની ચોક્કસ ટાઈમ લિમીટ, હા કોઈ ને ડરાવવા હોય તો તેઓ મર્યાદા બતાવી શકે છે. દરેક કાર્યને લઈ સમય વ્યય કરવો.
આ અગાઉ હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓમાં સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.જાે કે નિયમ મુજબ ૭૫ ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે તેમ છતાંય હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓના સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.ત્યારે પણ ભારે ઉહાપોંહ મચી ગયો હતો.