અમદાવાદ : શહેરના નવા વાડજના વિસ્તારમાં આવેલ અર્હમ હોસ્પિટલ દ્વારા 1 થી 15 માર્ચ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અર્હમ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને માર્ગદર્શનનો લાભ મળશે.આ હેલ્થ કેમ્પમાં નિઃશુલ્ક કન્સલ્ટેશન, RBS, ECG અને અન્ય બેઝિક ટેસ્ટ્સ-રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.
નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન પાછળના ઉદ્દેશ અંગે અર્હમ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આજની બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખાન પાનને કારણે અનેક બીમારીઓ ઉદભવી રહી છે ત્યારે Prevention is better than cure કહેવત મુજબ કોઈપણ બીમારીનું જો પહેલેથી નિદાન કરવામાં આવે તો તેનો વહેલી તકે ઈલાજ કરી તેને આગળ વધતી અટકાવી શકાય છે.એટલે અહીંયા અર્હમ હોસ્પિટલ ખાતે આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં જાણીતા ઓર્થોપેડિક, જાણીતા ફિઝિશિયન, લેપ્રોસ્કોપી સર્જન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્વારા દરેક દર્દીને નિશુલ્ક તપાસ કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં નિશુલ્ક ECO, ECG, કાર્ડિયોલોજી, RBS તપાસ સાથે તપાસ સાથે એક્સરે 2D Eeco, તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અને સર્જીકલ માં રાહત દરે કરી આપવામા આવે છે..
આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, બ્લડ સુગર જેવી બીમારીના દર્દીઓ વધુ જોવા મળ્યા હતા જેથી આવા કેસમાં વહેલામાં વહેલી તકે સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો એવું અર્હમ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પંડ્યાએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પમાં રજીસ્ટ્રેશન સહીત વધુ જાણકારી માટે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. ફોન : 99989 72844, 8320571985