મદાવાદ : ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ કરવા માટે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકર્તાઓને પ્રભાવિત વિસ્તારમાં પહોંચી જવાના આદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે કર્યા છે અને ટ્વીટર માધ્યમથી આદેશ કર્યો છે
તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓએ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને સ્થાનિકોને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થાય અને જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો તાત્કાલિક સંપર્ક કરવા માટે જણાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદથી મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે તો બીજી તરફ નાગરિકોને મદદરૂપ થવા તેમજ વહીવટી તંત્રને સહયોગ મળે
તે હેતુથી રાજ્યના ભારે વરસાદથી પ્રભાવિત બનેલા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકર્તાઓ પ્રભાવિત વિસ્તારમાં ફિલ્ડ ઉપર પહોંચી જાય અને કાર્યરત થાય તેવી સ્પષ્ટ સુચના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટ્વીટર થી આપી છે. અને આદેશ કર્યો છે કે વ્યાપક વરસાદથી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ માટે ભાજપનો કાર્યકર મદદરૂપ થાય અને જરૂર જણાય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નો તાત્કાલિક સંપર્ક કરે.