અમદાવાદ : રાજ્ય સરકારની છેલ્લા બે દાયકાની વિકાસ ગાથા દર્શાવતો રથ હાલ ભ્રમણ કરી રહ્યો છે. ત્યારે શનિવાર સવારે સ્ટેડીયમ વોર્ડના ઉત્સવ એપાર્ટમેન્ટમાં વંદે ગુજરાત વિકાસ રથનું લોકોએ રથને ઉત્સાહભેર આવકાર્યો હતો.જેમાં નાની બાળાઓ દ્વારા રથના સામૈયા કર્યા હતા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારના વિકાસકાર્યોની વાત અને વિવિધ યોજનાની માહિતી ઘર ઘર સુધી પહોંચે તે માટે આહવાન કર્યું હતું.વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત કાર્યક્રમમાં મ્યુ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ, પશ્ચિમ ઝોનના ડે.મ્યુ કમિશ્નર આઈ કે પટેલ, વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના હોદેદારો તેમજ ઉત્સવ એપાર્ટમેન્ટના આગેવાનો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.
જો કે આજુબાજુમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પત્રકારો પણ ભુલાઈ ગયાં હતાં. તંત્ર દ્વારા માત્ર વાહવાહી કરી હતી. આ કાર્યક્રમમાં હું તું રતનીયયો જેવો ઘાટ જોવા મળ્યો હતો.બાજુની સોસાયટીના લોકોને ખબર પણ ન હતી આ રથ આવવાનો છૈ. તંત્ર સિવાય કોઈ દેખાતું ન હતું. લોકોને પણ જાણ કરવામાં આવી ન હતી.