અમદાવાદ : ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ વિરોધમાં 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આવતીકાલે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUવાને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે તેનો અમલ કરવામાં આવશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમરજન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે.