અમદાવાદ : ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આજે આ કેસમાં અનેક મોટા ખુલાસા થયા છે. જી હા.. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે.મહિલા કોન્સ્ટેબલના મોતનું કારણ કોલેજ સમયનો પ્રેમ બન્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ અમરેલીનો રહેવાસી અને સીરામીક ઉદ્યોગમાં મેનેજર તરીકે ફરજ બજાવતોમોહન નાગજીભાઇ પારધી છે. આજ વ્યક્તિએ ગાંધીનગર સેક્ટર 24 માં રહેતી અને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીંકલ વણઝારાનો હથિયારો છે. ગઈકાલે રીંકલની હત્યા થયા બાદ શંકાસ્પદ હાલતમાં તેનું મૃત્યુ તેના જ નિવાસ્થાનથી મળ્યો હતો. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ કરતા મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું.
ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રીંકલની હત્યા તેના જ કોલેજકાળના પ્રેમી મોહન પારગી એ કરી. મોહન પારગી અને રીંકલ મૂળ બંને ભાવનગરના ગારીયાધાર ના વતની છે. કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યારથી પ્રેમ થયો. જોકે 2015માં મોહન પારગીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા. જોકે રીંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો. આ પ્રેમમાં રીંકલ મોહનને તેની પત્ની છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી. મોહન રીંકલ સાથે લગ્ન કરવા ન માંગતો હતો. એટલે જ આ ખુની ખેલ ખેલાયો. મોહન રીન્કલને મળવા આવ્યો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું એટલે મોહને ગળુ દબાવી રીંકલની ઘાતકી હત્યા કરી.
પોલીસે રીંકલનો ફોન અને ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તેઓને આ મોહન નામના વ્યક્તિ ઉપર શંકા ગઈ હતી. તેની તપાસ કરતાં મોહનને અમરેલીથી પકડી પાડવામાં આવ્યો. મોહને પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી હોવાનો પોલીસનો દાવો છે.