Saturday, October 3, 2026

ન્યૂ ગોતામાં ધોળે દિવસે 10 વર્ષનાં બે બાળકના અપહરણનો પ્રયાસ, લોકોમાં ભયનો માહોલ

spot_img
Share

અમદાવાદ : ગત રવિવારે ન્યૂ ગોતા વિસ્તારમાં સવારે 10 વર્ષની છોકરી અને 10 વર્ષના છોકરાના અપહરણના પ્રયાસની ઘટના બની હતી. બંને ઘટનામાં લોકો ભેગા થઇ જતા અપહરણકારોને સફળતા મળી ન હતી. જ્યારે છોકરાનું અપહરણ કરવા આવેલી ટોળકીના એક સભ્યને લોકોએ પકડીને માર મારીને પોલીસને સોંપી દીધો હતો. છોકરીના અપહરણના પ્રયાસમાં ઈકો ગાડીમાં આવેલા 2 માણસ ભાગી ગયા હતા. એક દિવસમાં 2 બાળકોના અપહરણના પ્રયાસની ઘટનાથી લોકોમાં ભય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ન્યૂ ગોતાની એક સોસાયટીમાં રહેતી 10 વર્ષની છોકરી કોલ્ડડ્રિંક્સ લેવા બહાર નીકળી હતી. તે પાછી સોસાયટીમાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં આવેલા 2 માણસોએ તેનો હાથ ખેંચી ગાડીમાં ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છોકરીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા જતા બંને અપહરણકારો છોકરીને ત્યાં જ છોડી દઈ ભાગી ગયા હતા. છોકરી જીવ બચાવવા દુકાનમાં છુપાઈ ગઈ હતી.

જ્યારે બીજી બાજુ આ જ સમયે ન્યૂ ગોતામાં આવેલા હનુમાન મંદિર પાસે આવેલી એક ટોળકીએ 10 વર્ષના છોકરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં છોકરાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા એક આરોપી પકડાયો હતો. તેની સ્થાનિક રહીશોએ અસહ્ય ધોલાઈ કરીને સોલા પોલીસને સોંપી દીધો હતો. આ બંને ઘટનામાં કોઈએ ફરિયાદ આપી નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અપહરણના પ્રયાસની બે ઘટનાના અંગે ગોતા, સોલા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, ચાણકયપુરી, એસજી હાઈવે સહિતની સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સોસાયટીઓના વોટસએપ ગ્રૂપમાં મેસેજ વહેતા થયા હતા. જેના કારણે બાળકોને એકલા સોસાયટીની બહાર નહીં જવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ સોસાયટીમાં આવતા દરેકની મેઈન ગેટ ઉપર રજિસ્ટરમાં એન્ટ્રી કરવા સિક્યુરિટીને કહેવાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...