અમદાવાદ : અમદાવાદમાં આગામી એક વર્ષમાં નવા આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે. સતાધાર ક્રોસરોડ ઉપરનો ફલાય ઓવર ફેબુ્આરીમાં ઐતિહાસિક એલિસપુલનું સ્ટ્રેન્થનિંગ 26મી માર્ચ સુધીમાં પુરુ થશે. વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટીયા ફેલાય ઓવરબ્રિજ 26મી ડિસેમ્બર સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે. વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 12 બ્રિજ મળશે. જેમાં ચીમનભાઈ પટેલ બ્રિજનુ વાઈડનીંગ કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં સાબરમતી નદી ઉપરના બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ સહિત કુલ 82થી વધુ બ્રિજ આવેલા છે. વર્ષ 2026માં હેબતપુરથી સાયન્સ સીટી રોડ. સતાધાર ક્રોસ રોડ ઉપરના ફલાય ઓવરબ્રિજની સાથે વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજની કામગીરી 26મી માર્ચ સુધીમાં પુરી કરવા કોર્પોરેશન તંત્રે કવાયત શરુ કરી છે. વર્ષ 2026થી વર્ષ 2028 સુધીમા જે બાર બ્રિજની કામગીરી પુરી કરાશે. આ તમામ બ્રિજના નિર્માણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 1400 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે.
| નામ | અંદાજિત રકમ (કરોડમાં) | કામ પૂરુ થશે |
| હેબતપુર | 89.05 | 30-06-26 |
| સતાધાર | 103.63 | 22-02-26 |
| નરોડા | 267.67 | 31-12-26 |
| વાડજ | 127.92 | 30-04-26 |
| રામોલ | 24.7 | 27-10-26 |
| મકરબા | 98.6 | 30-06-26 |
| એલિસપુર | 32.4 | 21-03-26 |
| વસ્ત્રાપુર | 78.54 | 30-06-26 |
| પાંજરાપોળ | 109.55 | 31-01-27 |
| અસારવા | 89.83 | 20-11-27 |
ચીમનભાઈ પટેલ બ્રિજને પેરેલલ આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ,ચાંદખેડા બાજુના રોડ ઉપર સુભાષબ્રિજ તરફ વન ડાઉન રેમ્પ એક નવો બ્રિજ તથા લો-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ આંબાવાડી જંકશન થઈ સી.એન.વિદ્યાલય સુધી એમ બે બ્રિજ બનાવવા 379.36 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જે 24મી માર્ચ 2028 સુધીમાં તૈયાર થશે.


