Saturday, December 13, 2025

અમદાવાદના આ દંપતીના છૂટાછેડાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો, 11 વર્ષના લગ્નજીવનનો અંત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છૂટાછેડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 11 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિખવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં નિયંત્રણો સ્વીકાર્ય નહોતા. ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના નિર્ણયને પડકારતી પત્નીને અપીલ ફગાવી દીધી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારી પત્ની ડુંગળી અને લસણ ખાવાથી સખત રીતે દૂર રહેતી હતી. જ્યારે તેના પતિ અને સાસરિયાની માન્યતાઓમાં આવા કોઈ આહાર પ્રતિબંધ નહોતા. કપલે 2002માં લગ્ન કર્યા હતા. પરંતુ લસણ-ડુંગળીના કારણે લગ્નના થોડા જ સમયમાં તકરાર શરૂ થઈ ગઈ હતી.

પત્ની નિયમિતપણે પ્રાર્થનાસભામાં હાજરી આપતી હતી અને સંપ્રદાયના ડુંગળી અને લસણ ન ખાવાના નિયમને અનુસરતી હતી. તેના પતિ અને સાસુ તેમની રસોઈની આદતો બદલવા માંગતા નહોતા. જેના પરિણામે, તેમના માટે અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડતી હતી. રોજબરોજની તકરારના કારણે પત્ની બાળક સાથે તેના પિયરમાં જતી રહી હતી.

2013માં, પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર ક્રૂરતા અને ત્યજી દેવાનો આરોપ મૂક્યો હતો. 8 મે, 2024ના રોજ, ફેમિલી કોર્ટે લગ્નને રદ કર્યા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આનાથી બંને હાઈ કોર્માં પહોંચ્યા હતા, જેમાં પતિએ ભરણપોષણના આદેશ પર સવાલ ઉઠાવ્યા અને પત્નીએ છૂટાછેડાને પડકાર્યા, સાથે જ ભરણપોષણના આદેશનો અમલ કરાવવાની પણ માંગ કરી હતી.

પત્નીના વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટમાં તેના પતિએ રજૂ કરેલો કેસ એ હતો કે તેની ધાર્મિક માન્યતા દ્વારા સંચાલિત ભોજનની પસંદગીઓના કારણે ઝઘડાઓ થતા હતા. પતિએ ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે તે કડક રીતે વર્તી રહી હતી, અને ફેમિલી કોર્ટે તેના દાવાઓને સ્વીકાર્યા હતા. પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા પત્ની માટે ડુંગળી અને લસણ વગરનું ભોજન બનાવતા હતા.

પતિએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે ડુંગળી અને લસણનો વપરાશ બંને વચ્ચે મતભેદોનું મુખ્ય કારણ હતું. તેણે કહ્યું કે પત્નીની રૂઢિચુસ્તતાના કારણે તેને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો પડ્યો હતો અને તેના કારણે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહિલાએ ફરિયાદ કરી કે પતિ ભરણપોષણ ચૂકવી રહ્યો નથી. પતિ બાકીની રકમ હપ્તાઓમાં કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે સંમત થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...