Saturday, December 13, 2025

અમદાવાદના આ રેલવે સ્ટેશને બનશે મેગા કોચિંગ ટર્મિનલ, કાલુપુર રેલવે સ્ટેશનનો ભાર ઘટશે, જાણો સુવિધાઓ વિશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાલ કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે વટવા રેલવે સ્ટેશન પર 3 કિલોમીટર લાંબો મેગા ટર્મિનલ બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા બનાવવામાં આવશે.જેના માધ્યમથી અમદાવાદના કાલુપુર સ્ટેશન પર ટ્રેનોનો વધારાનો ભાર ઘણો ઓછો થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટ્રેન ચલાવવાની ક્ષમતા ખૂબ વધશે. આ પ્રોજેક્ટ મંડળની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા 2.5 ઘણી વધારવાની યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ ઉત્તમ મુસાફરી સુવિધાઓ, નિરાંતે સંચાલન અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક રેલવે માળખું તૈયાર કરવાનો છે.

વટવા ટર્મિનલની મુખ્ય સંરચના અને આધુનિક સુવિધાઓ
• વટવા ખાતેનું આ મેગા ટર્મિનલ આશરે ૩ કિમી લાંબુ હશે, જેની પહોળાઈ LC-305 પર 76 મીટર, ROB-713 (SP રિંગ રોડ) પર 300 મીટર અને ખારી બ્રિજ નં. 711 પર 118 મીટર રહેશે.
• ટર્મિનલમાં કુલ 12 પિટ લાઈનો બનાવવામાં આવી રહી છે, જેનાથી ટ્રેનોનું સઘન અને નિયમિત જાળવણી સરળતાથી શક્ય બનશે.
• 29 સ્ટેબલિંગ લાઇનો પૂરી પાડવામાં આવશે, જેમાં ખાલી રેક સુરક્ષિત રીતે ઉભા કરી શકાય છે.
• 2 વોશિંગ લાઇનો બનાવવામાં આવશે, જેનાથી રેક્ની ઝડપી અને નિરંતર સફાઈ સુનિશ્ચિત કરી શકાશે.
• 2 સિક લાઇનો (600 મીટર) બનાવવામાં આવી રહી છે, જ્યાં ખરાબ કોચોનું સમારકામ અને ટેકનિકલ સુધારા કરી શકાશે.
• 6 નવા વધારાના પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેનાથી પ્લેટફોર્મની કુલ સંખ્યા 9 થઇ થશે અને ટ્રેનોના પ્રારંભ અને સમાપ્તિ વધારે સુવ્યવસ્થિત રહેશે.
• વટવા ટર્મિનલના પૂર્ણ સંચાલન પછી પ્રતિદિવસ 36 ટ્રેનોનું પ્રાયમરી મેન્ટેનેન્સ15 ટ્રેનોની પ્લેટફોર્મ રીટર્ન સુવિધા અને કુલ 51 ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
• એકલા વટવા ટર્મિનલજ મંડળના કુલ ક્ષમતા વૃદ્ધિમાં લગભગ 85% યોગદાન આપશે

અમદાવાદ મંડળમાં મોટા પાયે ક્ષમતા વધારો
• વટવાની સાથે-સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધી નગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ મોટા પાયે અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જે સમગ્ર નેટવર્કને મજબૂત બનાવશે.
• બધા કાર્ય પૂર્ણ થયા પછી મંડળની ટ્રેન ઓરીજીનેશન ક્ષમતા સરેરાશ 58 થી વધીને 150 ટ્રેનો પ્રતિદિવસ થઇ જશે, જે અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ હશે.
• અમદાવાદ સ્ટેશન પર ટ્રેન સંચાલન ક્ષમતા 38 ટ્રેનો થી વધીને 45-50 ટ્રેનો પ્રતિદિવસ સુધી પોહચી જશે.
• સાબરમતી સ્ટેશન પર આ ક્ષમતા 20 થી વધીને 27-28 ટ્રેન પ્રતિદિવસ થશે.
• અસારવા સ્ટેશન પર ક્ષમતા 6 થી વધીને 11-12 ટ્રેન પ્રતિદિવસ સુધી વધશે.
• ગાંધી નગર કેપિટલ સ્ટેશનની ક્ષમતા 6 થી વધીને 8-10 ટ્રેન પ્રતિદિવસ સુધી પહોંચી જશે.
• ગાંધીગ્રામ સ્ટેશન 4 થી વધીને 7-8 ટ્રેન પ્રતિદિવસ નું સંચાલન કરવામાં સક્ષમ થશે.
• વટવા સ્ટેશન પર સંચાલન ક્ષમતા સૌથી વધુ વૃદ્ધિ સાથે 6 થી વધીને 56–57 ટ્રેન પ્રતિદિવસ સુધી પહોંચશે.

મુસાફરોને મોટા લાભ અને રણનીતિક નેટવર્ક સુધારો
• ક્ષમતા વૃદ્ધિથી મુસાફરોને પ્રતિદિવસ ની મુસાફરીની વહન ક્ષમતા 1,02,000 થી વધીને 2,62,000 પ્રતિદિવસ (આશરે 2.5 ગણી) સુધી નો લાભ મળશે.
• વધારે સંખ્યામાં એક્સપ્રેસ, મેમુ, ફેસ્ટિવલ સ્પેશલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓ ની શરૂઆત સંભવ થશે
• પીટ લાઇનના નિર્માણથી 23 કોચવાળા LHB રેક્સ, વંદે ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનોનું જાળવણી શક્ય બનશે, જેનાથી ટ્રેનોની ઉપલબ્ધતામાં વધારો થશે.
• અમદાવાદ અને સાબરમતી યાર્ડમાં ભીડ ઓછી થવાથી ટ્રેનોની સમયસરતા માં વૃદ્ધિ થશે.
• ઝડપી મેન્ટેનન્સ અને ઓછા ટર્નઅરાઉન્ડ સમય થી ટ્રેન સંચાલન વધારે સરળ, સમયસર અને કુશળ બનશે.
• નવી પીટ લાઇન, સ્ટેબલિંગ, વોશિંગ અને સિક લાઇન સુવિધાઓ રેક્ની વધુ સારી સફાઈ, ગુણવત્તા અને જાળવણી સુનિશ્ચિત કરશે.
• અમદાવાદ યાર્ડ રિમોડેલિંગ, સાબરમતી ખાતે નવી પીટ લાઇન અને પ્લેટફોર્મ નિર્માણ, અસારવા-સાબરમતી Y-કનેક્શન અને ગાંધીગ્રામ-સાબરમતી-ખોડિયાર Y-કનેક્શન જેવા મુખ્ય નેટવર્ક સુધારણા કાર્યો ટ્રેનની ગતિવિધિઓને ઝડપી, સુરક્ષિત અને સરળ બનાવશે.

આ બધા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી અમદાવાદ મંડળ પશ્ચિમરેલવેના સૌથી કાર્યક્ષમ, આધુનિક અને ભવિષ્યલક્ષી ટર્મિનલ ક્લસ્ટર તરીકે ઉભરી આવશે, જે દરરોજ 150 ટ્રેનોનું સંચાલન દક્ષતા થી કરી શકશે. આનાથી મુસાફરોની સુવિધા અને સેવાની ગુણવત્તામાં ઐતિહાસિક સુધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...