અમદાવાદ : અમદાવાદીઓ હવે કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાવ…અમદાવાદમાં તારીખ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રૂ. 5થી 6 કરોડના ખર્ચે યોજાનાર આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કાંકરિયા કાર્નિવલને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમદાવાદમાં વર્ષના અંતે સૌથી લોકપ્રિય આયોજન એવા કાંકરિયા કાર્નિવલની શરૂઆત આગામી તારીખ 25 ડિસેમ્બરથી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઉત્સવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે મુલાકાતીઓ માટે એન્ટ્રી સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી છે. આશરે રૂપિયા 5થી 6 કરોડના ખર્ચે યોજાનારા આ મહોત્સવમાં અવનવા કાર્યક્રમોનું આયોજન થશે.
આ વખતનું મુખ્ય આકર્ષણ એ છે કે, પહેલીવાર એક સાથે 3 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પાર્થ ઓઝા અને મનન દેસાઈ પરફોર્મ કરશે. આ સાથે લેઝર શો અને નેલ આર્ટ જેવા કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.આ કાર્નિવલ પાછળ અંદાજિત રૂપિયા 5થી 6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ શહેરના લોકોને વર્ષના અંતે એક યાદગાર ઉત્સવની ભેટ આપશે.
સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો વિગતો
25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા…
26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ…
27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ…
28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે..
29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો..
30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી…
31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે…


