અમદાવાદ : અમદાવાદમાં જાન્યુઆરી 2026 માં યોજાનાર ફ્લાવર શોની થીમ દેશ અને તેના ઇતિહાસને જોડતી હશે. ફ્લાવર શો 2026નું આયોજન ભારત એક ગાથા થીમ પર કરવામાં આવશે.શો માટે બનાવેલા ફૂલોના સ્કલ્પ્ચર આપણા ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા હોય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે. ફ્લાવર શોમાં વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે. જે ખાસ કરીને ભારત એક ગાથા થીમ પર રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ભારત એક ગાથાની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ ઝોન રહેશે અને આ અલગ અલગ ઝોનની અંદર ભારતના ઉત્સવ, ભારતના નાટ્ય સંસ્કૃતિ, સરદાર પટેલની 150મી જન્મ જયંતી, વિવિધ ભાષાઓના ઉત્સવ. કોમનવેલ્થ ગેમ્સ, અને દેશને લગતા સારા પ્રયાસોને આ ફ્લાવર શો ઉજાગર કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.
દર વર્ષે ફ્લાવર શોમાં 1.5 મિલિયન છોડ હોય છે, આમાં ભારતના વિવિધ રાજ્યો તેમ જ વિદેશથી લાવવામાં આવતા વિશેષ પ્રકારના ફૂલો અને છોડનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં 15 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે પહેલીવાર લોકોને આ ઇસક્લપ્ચર દ્વારા ભારતના ગૌરવશાળી ઇતિહાસને જોવાનો મોકો મળશે. જેમાં ઓપરેશન સિંદૂર સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓ અને દેશ અને ગુજરાતના મુખ્ય પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે.


