અમદાવાદ : તાજેતરમાં શહેરના જુનાવાડજના સૌરાબજી કમ્પાઉન્ડ ખાતે વાડજ વાગડ ચોર્યાસી સમાજ દ્વારા સ્વર્ગસ્થ અરવિંદભાઈ રામજીભાઈ રાઠોડ (મામુ) પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત નવ યુગલો એક સાથે લગ્નગ્રંથિ જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, જુના વાડજના સૂર્યલોક ટાવર પાસે આવેલ વાડજ વાગડ ચોર્યાસી સમાજ દ્વારા સ્વર્ગસ્થ અરવિંદભાઈ રામજીભાઈ રાઠોડ (મામુ)ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાત જેટલા નવયુગલોએ સંપૂર્ણ શાસ્ત્રોત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા મંગળફેરા દ્વારા પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે નવ યુગલોને આશીર્વાદ આપવા રાજ્ય કક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ તથા સ્થાનિક કોર્પોરેટરો તેમજ બજરંગ દળના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ તથા જવલીતભાઈ મહેતા તેમજ બીજા અન્ય મહાનુભાવોએ હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમૂહ લગ્ન પ્રસંગે નવયુગલોને દાતાઓશ્રીના સહયોગથી ટીવી, પલંગ, તિજોરી અને સોફા સહિત ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.


