Friday, April 24, 2026

કાંકરિયા કાર્નિવલ 2025: રવિવારે પણ માનવ મહેરામણ ઉમટ્યું, વિખુટા પડેલા 52 બાળકોને શોધી પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ ફરતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. શનિવાર બાદ રવિવારે પણ કાંકરિયા કાર્નિવલમાં 1 લાખથી પણ વધારે લોકો ઉમટ્યા હતા. જો કે, 52 બાળકો પોતાના માતા પિતાથી અલગ પણ થઈ ગયા હતા. શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

શનિ અને રવિ બે દિવસ શહેરમાં મોટા ભાગના ધંધા-નોકરીમાં રજા હોય છે. જેના કારણે લોકો કાંકરિયા કાર્નિવલમાં ગયાં હતાં. શનિ-રવિને લઇ લોકોનો કાંકરિયામાં વધારે ધસારો જોવા મળ્યો હતો. મોડી સાંજે 1 લાખથી પણ વધારે લોકો કાંકરિયા કાર્નિવલ જોવા માટે કાંકરિયા પહોંચી ગયાં હતાં. જેથી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરીયાના ગેટ બંધ થયા હતા. આના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન પણ થયાં હતા, પરંતુ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવો પણ જરૂરી છે.

કાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

કાંકરિયા કર્નિવેલમાં 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. એએમસી અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...