Saturday, September 19, 2026

અમદાવાદમાં ફરી એક બ્રિજ બન્યો જોખમી! આ બ્રિજના જોઇન્ટ તૂટતાં ચિંતા વધી, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?

spot_img
Share

અમદાવાદ : શહેરના માળખાગત સવલતોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુભાષબ્રિજની જોખમી હાલત બાદ હવે શહેરના વ્યસ્ત એવા ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર પણ ભયના વાદળો મંડરાઈ રહ્યા છે. માત્ર 5 વર્ષ પહેલાં જ લોકાર્પિત થયેલા આ બ્રિજના જોઈન્ટ એક્સપાન્સન તૂટવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ પર ઠેર-ઠેર ભયજનક તિરાડો અને નુકસાન જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાટા સર્કલથી ઉસ્માનપુરા તરફ જતાં કાલુપુર બેંક પાસે બ્રિજના જોઈન્ટ એક્સપાન્શન તૂટી ગયા છે. અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે તૂટેલા ભાગમાંથી બ્રિજની નીચેની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય તેવી મોટી ગેપ પડી ગઈ છે.

બીજી તરફ, ઉસ્માનપુરાથી બાટા સર્કલ તરફ જતાં આયકર ભવન પાસે બ્રિજ પરના લોખંડના બોલ્ટ બહાર આવી ગયા છે. આ ઉઘાડા બોલ્ટ ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.બ્રિજના જોઇન્ટ તૂટવાથી વાહન વ્યવહાર માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતની શક્યતા વધે છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે નવા બનેલા બ્રિજમાં આવી ખામીઓ કેવી રીતે આવી શકે?

આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. તાત્કાલિક પગલાંરૂપે બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાય છે ત્યાં અવરોધો મૂકવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ચેતવણી મળી શકે.

કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે સતત સામે આવી રહેલા બ્રિજના કેસોને લઈને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...