Friday, April 24, 2026

અમદાવાદમાં ફ્લાવર શોમાં જતા પહેલા આ બાબતનું રાખો ખાસ ધ્યાન, AMCએ જાહેર કર્યા નવા નિયમો

spot_img
Share

અમદાવાદ : AMC આગામી સમયમાં યોજાઈ રહેલા ફ્લાવર શો ને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં મુલાકાતીઓના પ્રવેશ સમય અને સ્લોટ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભીડને નિયંત્રિત કરવા અને મુલાકાતીઓનો અનુભવ વધુ યાદગાર બનાવવા માટે તંત્રએ સમયપત્રકમાં ખાસ ફેરફારો કર્યા છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે.

ફ્લાવર શો સામાન્ય જનતા માટે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ સમય દરમિયાન મુલાકાતીઓ નિર્ધારિત ટિકિટ દરો (સોમ-શુક્ર રૂ. 80 અને શનિ-રવિ રૂ. 100) ચૂકવીને પ્રવેશ મેળવી શકશે. 12 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે આ સમયગાળામાં એન્ટ્રી ઉપલબ્ધ રહેશે.

જે મુલાકાતીઓ ભીડભાડ વગર શાંતિથી ફ્લાવર શો નિહાળવા માંગતા હોય અથવા ફોટોગ્રાફીના શોખીન હોય, તેમના માટે AMC દ્વારા આ વર્ષે ખાસ VIP સ્લોટ્સ જાહેર કરવામાં આવ્યા છે.

સવારનો VIP સ્લોટ: સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી.
રાત્રિનો VIP સ્લોટ: રાત્રે 10:00 થી 11:00 વાગ્યા સુધી.
ફી: આ ખાસ સ્લોટમાં પ્રવેશ મેળવવા માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.

ઓનલાઇન ટિકિટિંગ અને એન્ટ્રી પ્રોસેસ

AMC દ્વારા એન્ટ્રી ગેટ પર લાઈનો ઘટાડવા માટે QR કોડ સ્કેનિંગ દ્વારા ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે જ પોતાનો સમય પસંદ કરી શકશે. ઓનલાઇન ટિકિટ મોબાઈલ પર બતાવીને સીધો જ ગેટ પરથી પ્રવેશ મેળવી શકાશે.

રાત્રે 10:00 વાગ્યા પછી સામાન્ય મુલાકાતીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
જે મુલાકાતીઓએ કોમ્બો ટિકિટ લીધી હશે, તેમને જ ફ્લાવર શોથી અટલ બ્રિજ તરફ જવા દેવામાં આવશે.
રવિવાર અને જાહેર રજાઓના દિવસે ભીડ વધવાની શક્યતા હોવાથી મુલાકાતીઓને વહેલા આવવા અથવા ઓનલાઇન ટિકિટ મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે.

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...