Friday, May 15, 2026

અમદાવાદનો વધુ એક જર્જરિત બ્રિજ તોડી પડાશે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સુભાષબ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા વટવા GIDC વિસ્તારમાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી 6 મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વટવામાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.

23 મીટરની લંબાઈ ધરાવતો મચ્છુનગર બ્રીજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેતો હતો. આ બાબતને ધ્યાને રાખીને GIDC દ્વારા આ બ્રીજનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વૈકલ્પિક રૂટ
આ સમયગાળા દરમિયાન રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા (ત્રિકમપુરા પાટીયા) સુધીનો અંદાજે 200 મીટરનો રોડ બંધ રહેશે. વાહનચાલકોની સુવિધા માટે GIDCથી બહાર જતા વાહનો માટે જે વાહનો મચ્છુનગર અંદરના ભાગથી આવતા હોય, તેમણે રામોલ પોલીસ ચોકી થઈ હાથીજણ લાલગેબી સર્કલ તરફ જવાનું રહેશે. ત્યાંથી તેઓ ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે. GIDC માં પ્રવેશતા વાહનો માટે જે બહારથી GIDCમાં આવવા માંગતા વાહનચાલકોએ ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અંદરના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...