Friday, January 23, 2026

અમદાવાદના ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં તંત્ર એક્શનમાં, પાણીપૂરી વેચનારા સામે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરની સાથે અમદાવાદમા પણ દક્ષિણ,પૂર્વ અને મધ્ય એમ ત્રણ ઝોનમાં પાણીજન્ય એવા ટાઈફોઈડ અને કમળા,કોલેરા અને ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થતા કોર્પોરેશનનુ હેલ્થ વિભાગ હરકતમાં આવ્યું છે.અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળાની આશંકાએ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે બહેરામપુરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી પાણીપુરી અને પકોડી બનાવતા એકમોની તપાસ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે શહેરના બહેરામપુરા, ગોમતીપુર સહિત અન્ય વોર્ડ વિસ્તારમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગે સઘન કાર્યવાહી કરી હતી.બહેરામપુરામાં અસહય ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે પાણીપૂરીની પુરી તૈયાર થતી હતી. ત્રણ ઝોનના વિવિધ વિસ્તારમાંથી સડેલા બટાકા, ચટણી સહિતનો 544 કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો હતો.પાણી,પકોડી ,ચટણીના સેમ્પલ લેવાયા હતા. તપાસ દરમિયાન નરી ગંદકી અને દુર્ગંધ વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થવાનો ચોંકાવનારો ખુલાસો થયો.તંત્રનો દાવો છે કે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

સવાલ એ પણ ઊભો થાય છે કે આટલી ગંદકી હોવા છતાંય AMC શું કરે છે? જયાં AMC દ્વારા દોર ટુ દોર નું અભિયાન ચલાવી રહી છે તો આટલી ગંદકી આવા રહેણાંક વિસ્તારમાં કેવી રીતે ફેલાઈ રહી છે ? જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે ફક્ત દંડ અને નોટિસ ફટકારીને ફોર્માલિટી કરી બતાવવામાં કેમ આવે છે. સખત એક્શન કેમ નથી લેવાતા ?

કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને શહેરમા વધતા જતા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા માટે ટકોર કરેલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...