Thursday, April 23, 2026

અમદાવાદથી અંતરિક્ષ સુધી ! 14 વર્ષની માહીને NASAનું રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીએ છેલ્લા 6 મહિનાની અંદર વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયટીસ્ટની પરીક્ષા પાસ કરી છે. જે બાદ અમેરિકન અંતરિક્ષ સંશોધન સંસ્થા-NASAએ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે અત્યાર સુધીમાં ઈસરો (ISRO), નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી, ઓસ્ટ્રેલિયા સ્પેસ એજન્સી, યુએઈ સ્પેસ એજન્સી સહિતની 50 જેટલી નામાંકિત સંસ્થાઓની ‘જૂનિયર સાયન્ટિસ્ટ’ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. નાસાના ‘સ્ટેમ (STEM) એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામ’માં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને અમેરિકાનું તેડું આવ્યું છે.

અમેરિકી સ્પેસ એજન્સી NASA દ્વારા માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે, ત્યારે ભારતની આ દીકરી ટૂંક સમયમાં અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બની ઇતિહાસ રચશે. આ ક્ષણ ફક્ત મહિના પરિવાર કે અમદાવાદ માટે જ નહિ પણ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ બનશે.

અગાઉ ભારતની એક દીકરી કલ્પના ચાવલા NASA ના પ્રોજેકટ હેઠળ અંતરિક્ષમાં જઈ આવી છે. તે બાદ ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે પણ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે, ત્યારે હવે માહી ભટ્ટને NASA નું તેડું આવ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી 14 વર્ષની માહીએ સાબિત કર્યું છે કે જ્ઞાનની ભૂખ હોય તો આસપાસના પરિબળો અવરોધરૂપ બની શકતા નથી.

અમદાવાદની માહીની સિદ્ધિનું કદ કેટલું મોટું છે તે આ આંકડા પરથી જાણી શકાય છે. નાસા દ્વારા આયોજિત આ પરીક્ષામાં વિશ્વભરમાંથી કુલ ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાંથી, ભારતમાંથી પસંદગી પામનારી માહી ભટ્ટ એકમાત્ર વિદ્યાર્થિની બની છે. લાખોની ભીડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને તેણે સાબિત કર્યું છે કે ગુજરાતની દીકરીઓ વિશ્વના ફલક પર પણ શ્રેષ્ઠ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...