Thursday, April 23, 2026

અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું: ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : આગામી 14મી જાન્યુઆરીએ ઉજવનારા મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામા અનુસાર, શહેરમાં 12/01/2026 થી 21/01/2026 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલથી બનેલા કાચ પાયેલા જોખમી દોરાના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આકાશમાં ઉડાડવામાં આવતા ચાઇનીઝ તુક્કલ (સ્કાય લેન્ટર્ન) અને ચાઇનીઝ લોન્ચર પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે તેનાથી આગ લાગવાના અને પક્ષીઓ તેમજ મનુષ્યોને ગંભીર ઈજા થવાના કિસ્સાઓ બને છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ, જાહેર માર્ગો કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા, લાઉડ સ્પીકર દ્વારા અવાજનું પ્રદૂષણ કરવું અને પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખવા પર પ્રતિબંધ રહેશે. રસ્તાઓ પર પતંગ પકડવા માટે લાંબા વાંસના ઝંડા કે લોખંડના તારના લંગર લઈને દોડાદોડી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે તેનાથી વાહનચાલકો અને વીજ લાઈનોને જોખમ રહે છે.

-કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા નહીં.

-આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડી શકાશે.

-આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડી શકાશે નહીં.

-શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા પર પ્રતિબંધ

-રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ઇલેક્ટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાની શોર્ટ સર્કિટના કારણે તાર તુટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતાં હોય છે, જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તાર લંગર(દોરી) નાખવા પર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા પર પ્રતિબંધ

-જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયો/ પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરી શકાશે નહીં.

-પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

-દિવાળી તેમજ ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા પર પ્રતિબંધ

-ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાતા ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરી / ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદ તેમજ વેચાણ કરવા પર પ્રતિબંધ

પરંપરાગત કોટનના દોરા/માંજાનો ઉપયોગ કરી શકાશે

પતંગ ઉડાવવા/ચગાવવાના હેતુથી ચોખાનો લોટ, મેંદો, છોડ આધારિત, ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેન્સીવની મદદથી કાંચના પાવડરનું કોટીંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલો હોવો જોઈએ.

કેવી દોરી વાપરી શકાશે?

દોરીમાં બાયો-ડીગ્રેડેબલ પદાર્થો હોવા જોઇએ તથા કોટનના દોરા પર કોટીંગ માટેનો કાંચનો પાવડર 10% થી વધુ ન હોવો જોઇએ, જયારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ 30%, મેંદો 36%, કુદરતી ગુંદર અને રંગ 24% કોટેડ સામગ્રીનો હોઇ શકે તથા કાંચનો પાવડર જે કોટીંગ પદાર્થનો 10% હોઇ શકે છે પરંતુ તે કોટનના માંજાના કુલ વજનના 0.5% થી વધુ ના હોવુ જોઇએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશે.

આ ઉપરાંત, માર્ગો પર ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનાર ગૌપાલકો સામે પણ પગલાં લેવાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...