Thursday, April 23, 2026

અમદાવાદમાં મોદી-મેર્ઝની જુગલબંધી : સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના બાદ રિવરફ્રન્ટ પર બે દેશોની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો

spot_img
Share

અમદાવાદ : પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ પતંગ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.હાલમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થયા છે, ત્યાં બપોરે 12 વાગ્યે PM મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ અગાઉ જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.

વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મેર્ઝની આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોની સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું પણ પ્રતિબિંબ પાડે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો આનંદ માણતા બંને નેતાઓએ જનમેદની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દ્વારા વૈશ્વિક મંચ પર અમદાવાદના પતંગ મહોત્સવની ખ્યાતિમાં વધારો થયો છે અને રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

ઉલ્લેખનીય છે કે જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના ૨૫ વર્ષની ઉજવણીના અવસરે યોજાયેલી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનારી બેઠક ભારત-જર્મની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર સહયોગની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...