Thursday, July 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કરોડોની કિંમતનો લક્ઝુરીયસ બંગલો AMCએ તોડી પાડ્યો, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલડીના કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદના બંગલામાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી આજે (16મી જાન્યુઆરી) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલડી વિસ્તારમાં નુતન સર્વોદય સોસાયટીમાં કરોડોના કિંમતની લક્ઝુરીયસ ગણાતા બંગલા નંબર 1માં સવારથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈને બંગલો ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર રહ્યો છે. અગાઉ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ વિસ્તારમાં અશાંતધારાના ઉલ્લંઘન મુદ્દે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતોની ફેરબદલ અને બાંધકામ થઈ રહ્યા છે. આ વિવાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે આખરે ગેરકાયદે બાંધકામ પર હથોડો ઝીંકાયો છે.

આ કાર્યવાહી દ્વારા AMC એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગમે તેટલી વગ ધરાવતી વ્યક્તિ હોય, જો બાંધકામ નિયમો વિરુદ્ધ હશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. ખાસ કરીને ઐતિહાસિક કોચરબ આશ્રમની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર હવે લાલ આંખ કરી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...