Friday, September 18, 2026

AMCનો મહત્વનો નિર્ણય, હવે પાર્કિંગને લઈને આવા કોમર્શિયલ એકમ વિરૂદ્ધ લેવાશે એક્શન, જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વધતા AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોમર્શિયલ કોમ્પેક્સ દ્વારા વાહનો કોમ્પલેક્ષમાં પાર્ક નહીં કરવા દેવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. શહેરમાં કોમ્પલેક્ષમાં પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ નથી થતો પરિણામે વાહન ચાલકો તેમના વાહન રોડ પર પાર્ક કરે છે જેના કારણે દબાણ ઊભું થતા ટ્રાફિકની સમસ્યા વધી છે. AMC દ્વારા શહેરના 60 પ્લોટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રહલાદનગર અને સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગને પણ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જે રીતે મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. મહાનગર પાલિકાના સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કીંગ, તદ્ઉપરાંત દાણાપીઠ ખાતેનું મલ્ટી લેવલ પાર્કિંગ આ બધા પાર્કિંગ જનતા માટે ખુલ્લા મુકેલા છે. તેમજ ટૂંક સમયમાં મધ્ય ઝોન દાણાપીઠમાં પણ પાર્કિંગ ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે જે 60 જેટલા પ્લોટ આપેલા છે તેમાં પણ 20 જેટલા પ્લોટનો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે.

AMC દ્વારા સૌથી મહત્વનો નિર્ણય એવા કોમ્પ્લેક્સ અને મિલકતો સામે લેવાયો છે, જેમાં જે કોમ્પલેક્ષમાં બેઝમેન્ટ કે નિર્ધારિત જગ્યામાં પાર્કિંગની સુવિધા હોવા છતાં વાહનચાલકોને ત્યાં વાહન રાખવા દેવામાં આવતા નથી. AMC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે:જો કોઈ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ અન્ય હેતુ માટે થતો હશે અથવા વાહનચાલકોને રોકવામાં આવશે, તો તેવી મિલકતોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.જેથી રોડ પર એકપણ વાહન રહે નહી અને સુરક્ષિત જગ્યાએ વાહનનું પાર્કિંગ થાય.

આ ઉપરાંત રસ્તા પર થતા પાર્કિંગને અટકાવવા ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને દંડની પ્રક્રિયા વધુ સખત કરાશે. તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે, જોકે સામે પક્ષે નાના-મોટા વેપારીઓમાં આ ઝુંબેશને લઈને ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...