Friday, September 18, 2026

સાબરમતી રેલવે સ્ટેશનનો નવો અવતાર, 20 જાન્યુઆરીથી એન્ટ્રી-એક્ઝિટના નિયમો બદલાશે, જાણો નવો રૂટ પ્લાન

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જેમાં ધર્મનગર સાઈડના નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય વિકાસકાર્યોને ગતિ આપવા અને મુસાફરોની સુવિધા જાળવી રાખવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર અવરજવર માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.

1. પ્રસ્થાન કરનાર મુસાફરો માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા
•પ્રવેશ દ્વાર (Entry Gate): મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક (ગ્રીન લાઇન) થી કરવામાં આવશે.
•મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે.
•મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકશે.

2. આગમન કરનાર મુસાફરો માટે નિકાસ અને પિક-અપ વ્યવસ્થા
• નિકાસ દ્વાર (Exit Gate): મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન)થી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
• આ જ સ્થળે મુસાફરો માટે પિક-અપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

3. પાર્કિંગ સુવિધા
• મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

4. પ્લેટફોર્મ કનેક્ટિવિટી
• તમામ પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પરસ્પર જોડાયેલા છે અને મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે.

5. નવી નિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફર સુવિધાઓ
• ગ્રાઉન્ડ ફ્લોર(Ground Floor): અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS)
•પ્રથમ માળ (First Floor): આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS)
• દ્વિતીય માળ (Second Floor): પ્રતીક્ષાલય
તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સૂચક ચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...