Thursday, April 23, 2026

ન્યૂ રાણીપમાં અસામાજિક તત્વોનો આતંક, ઉધાર આપવાની મનાઈ કરતા પાન પાર્લરમાં કરી તોડફોડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માત્ર ‘ઉધાર’ આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પાન પાર્લર પર બે શખ્સો ઉધાર વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. જ્યારે પાર્લરના માલિકે ઉધાર આપવાની ના પાડી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગઈ પાર્લરમાં તોડફોડ કરી દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.સાબરમતી પોલીસે આ અંગે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ધીરજ પાન પાર્લર પર બે સ્થાનિક ઈસમો પાન-મસાલા લેવા માટે આવ્યા હતા. આરોપીઓએ પાર્લર સંચાલક પાસે ઉધારમાં સામાનની માંગણી કરી હતી. જોકે, પાર્લરના માલિકે રોકડેથી વ્યવહાર કરવાનું કહી ઉધાર આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા બંને ઈસમોએ વેપારી સાથે બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો.અને પાર્લરમાં રાખેલી વસ્તુઓની તોડફોડ શરૂ કરી દીધી. હુમલાખોરો એટલા બેફામ બની ગયા કે તેમણે દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘટના બાદ ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સાબરમતી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને વેપારીની ફરિયાદને આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાબરમતી પોલીસે સીસીટીવીમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...