Wednesday, February 18, 2026

અમદાવાદમાં ફરી નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે, લોકોમાં ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારની રાત્રે એક કિઆ (Kia) કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી એક કે બે નહીં પરંતુ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી જેના આધારે ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના શીલજ-થલતેજ રોડના વ્યસ્ત વિસ્તારમાં બન્યો છે. કિઆ કારના ચાલકે અચાનક કંટ્રોલ ગુમાવ્યો અને એક પછી એક 9 વાહનોને અડફેટે લીધા. આમાં બાઈક, ઓટોરિક્ષા, કાર અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશામાં હતો, જેના કારણે તેણે વાહનનું નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિક લોકોએ રોકી રાખ્યો હતો અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.આ દરમિયાન કિયા કાર ચાલકના ડ્રાઈવરને પણ લોકોએ પકડી લીધો હતો. જોકે, ડ્રાઈવર એટલો નશામાં ધૂત હતો કે તે પોતાના પગ ઉપર ઉભો પણ રહી શકતો નહતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો લીધા છે.

કાર ચાલકનો નશો તપાસવા માટે તેનું બ્લડ ટેસ્ટ કરાવવાની તજવીજ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે. પોલીસે કાર ચાલક સામે IPCની કલમ 279 (લાપરવાહીથી વાહન ચલાવવું), 337 (જોખમ પહોંચાડવું), 338 (ગંભીર ઈજા પહોંચાડવી) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. નશામાં વાહન ચલાવવાનું સાબિત થાય તો કડક કાર્યવાહી થશે.

આ અકસ્માતે શહેરના આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, નશામાં વાહન ચલાવવું દર વર્ષે અનેક અકસ્માતોનું મુખ્ય કારણ બને છે અને આવા કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે. સરકાર અને પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે નશામાં વાહન ન ચલાવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. જોકે, તેની અત્યાર સુધીમાં કોઈ અસર થઈ નથી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...