Wednesday, February 18, 2026

ટોક ઓફ ટાઉન : 75 વર્ષ જૂની ટાંકી JCBથીય માંડ તૂટી, જ્યારે નવી નક્કોર ટાંકી પાણી ભરતાં જ બેસી ગઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના બે અલગ-અલગ વિસ્તારોમાં પાણીની ટાંકી સંબંધિત બનેલી ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. એક તરફ અમદાવાદમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી એટલી મજબૂત સાબિત થઈ કે તેને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું, જ્યારે બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા (તડકેશ્વર) ગામમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ પાણીમાં બેસી ગઈ.આ બંને ઘટનાઓએ જૂના અને નવા બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સાથે જ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો પણ તેજ બન્યા છે.

અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. એને તોડવાનું શરૂ થયું, પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહિ. એને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું.શરૂઆતમાં મજૂરો દ્વારા હથોડા અને સાધનો વડે ટાંકી તોડવાનો પ્રયાસ કરાયો, પરંતુ બાંધકામ એટલું મજબૂત હતું કે મજૂરોના હથોડા પણ બેકાર સાબિત થયા.

અંતે, ટાંકીના ઉપરના ભાગને તોડવા માટે 13 જાન્યુઆરીએ 8 ટન વજનનું JCB મશીન મોટી ક્રેન મારફતે ટાંકી ઉપર ચડાવવું પડ્યું.સારંગપુર વિસ્તારમાં જ્યારે લોકો દૂરથી પાણીની ટાંકી (Tank)ઉપર JCB મશીન જોયું, ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. લોકો ચર્ચા કરવા લાગ્યા કે 75 વર્ષ પહેલાં થયેલું બાંધકામ કેટલું મજબૂત હશે કે તેને તોડવા માટે આટલી ભારે મશીનરીનો સહારો લેવો પડે છે.

બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે, એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડડભૂસ થઈને બેસી પડી. હવે વિચારો… 75 વર્ષ પહેલાં કેટલું મજબૂત કામ થયું હશે ને આ નવુંનક્કોર કામ કેટલું નબળું હશે!

હવે આ મુદ્દે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જાગૃત નાગરિકો બંને પાણીની ટાંકી વિશે બાંધકામની ગુણવત્તા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ બંને ઘટનાઓને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ કરી નવી ચર્ચા જગાવી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ X પર પોસ્ટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...