Thursday, July 23, 2026

અમદાવાદમાં મહિલા પર લેબ્રાડોર હુમલા મામલે, AMCએ શ્વાનને શેલ્ટરમાં પૂર્યો, શ્વાન માલિક સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં એક મહિલાને પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની નવી ઘટના સામે આવી છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને બોપલ પોલીસે સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ મામલે શ્વાન માલિકની બેદરકારી બદલ તેમની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ શ્વાનને જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે કાવેરી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા હીનાબેન પટેલ જ્યારે પોતાના ફ્લેટની સીડી મારફતે ઉપર જઈ રહી હતી ત્યારે સામે તરફથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈને નીચે આવી રહી હતી. અચાનક કૂતરાએ મહિલાને ઝપટે લઈ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.આ હુમલામાં હીનાબેન ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અચાનક બનેલી આ ઘટનામાં ફ્લેટમાં રહેતી એક મહિલા પર પાળેલા કૂતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કૂતરાએ મહિલાના પગ પર બચકું ભરવા જતાં નખ બેસાડી દીધા હતા. જેથી મહિલા ઘાયલ થઈ હતી. સમગ્ર બનાવ ફ્લેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.ઘટનાને લઈને મહિલાના પતિએ AMCના CNCD વિભાગ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં CNCD વિભાગની ટીમે કૂતરાને જપ્ત કર્યો હતો. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગનું રજિસ્ટ્રેશન મે 2025માં કરાવવામાં આવ્યું હતું. કોઈને વધુ ઇજા ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી કૂતરાને દાણીલીમડા ઢોરવાડા ખાતે ખસેડવામાં આવ્યું છે.અને તેને જરૂરી તમામ રસી પણ આપવામાં આવી છે.

શ્વાન રજિસ્ટર્ડ હોવા છતાં, અધિકારીઓએ નોંધ્યું કે જ્યારે માલિકની દીકરી શ્વાનને સીડી પરથી નીચે લઈ જતી હતી, ત્યારે તેને યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં આવ્યો નહોતો. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જગ્યાએ અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ AMCના અધિકારીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે.

ભોગ બનનાર મહિલાના પતિ જશવંતકુમાર પટેલે પણ બોપલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ શ્વાન અગાઉ પણ અનેકવાર આક્રમક વર્તન કરી ચૂક્યો છે, જેના કારણે સોસાયટીના બાળકો અને વડીલોમાં સતત ડરનો માહોલ રહે છે. ઘટના સમયે જશવંતકુમાર વતનમાં હોવાથી તેમણે મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સાથેની અરજી પોલીસને મોકલી આપી હતી. આ બંને ફરિયાદોના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે અત્યાર સુધી કૂતરા કરડવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ડોગને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી એક કૂતરાનું મોત થયું હતું. જ્યારે હાલ બે પેટ ડોગ દાણીલીમડા ઢોરવાડામાં રાખવામાં આવ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...