અમદાવાદ : પાણી જેવા નજીવા પ્રશ્ન કોઈ જીવન ટુંકાવી દે એવું ક્યારેય સામે આવ્યું નથી. પરતું તાજેતરમાં આવો જ બનાવ બન્યો છે. અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જોકે કેનાલમાં શોધખોળ કરવા છતા હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નિકોલના ભાવેશ પટેલ નામનો યુવક આજે પોતાની કાર લઈને દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલ પર પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું. તેમાં મૃતક ભાવેશ પોતાની કાર બેઠો છે. કેનાલ પાસે ગયો ત્યાં તેને આખી વાત મૂકતા કહે છે કે, પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને તેને સંજય બાલધા અને ગીરીશ બાલધા નામના બે ભાઈઓ તરફથી સતત મળી રહી છે.આ બન્ને યુવાનો પાણી જેવા નજીવા પ્રશ્ન માનસિક યાત્રના આપી રહ્યા છે. જેથી આ યાતના તેમજ અવારનવારની ધમકીઓ અને માથાકૂટથી કંટાળીને જવાને કારણે હું નર્મદા કેનાલમાં તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે સોસિયલ મીડિયા મારફત જણાવીને મોતને છલાંગ લગાવી છે.જોકે, મોડી સાંજ સુધી કેનાલમાંથી તેની કોઈ ભાળ મળી નથી.
આ ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસનો કાફલો કેનાલ પર દોડી ગયો હતો. દહેગામ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત બહીયલના સ્થાનિક તરવૈયાઓને પણ યુવકની શોધમાં જોડાયા હતાં. ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.


