Thursday, April 23, 2026

ઘાટલોડિયાનો પરિવાર પ્રસંગમાં ગયો ને પાછળથી રહેણાંકમાંથી 13 લાખના દાગીનાની ચોરી, ચોર આ રીતે ઘરમાં ઘૂસ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ખાતે ગયો હતો અને તસ્કરો ત્રાટક્યા હતા, દરમિયાન બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લઈ ઘરમાંથી સોના ચાંદીના 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર જ્યારે પરત આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા ધાબા ઉપરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ચોર ઘરમાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડિયામાં રહેતા સંકેત ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. 22 જાન્યુઆરી રોજ તેઓ તેમના પરિવાર સાથે રાજકોટ જનોઈના પ્રસંગમાં ગયા હતા. તેઓ જ્યારે 25 જાન્યુઆરીએ સાંજે ઘરે આવ્યા ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. સંકેતભાઈએ ઉપરના માટે જઈને ત્રણે બેડરૂમના તપાસ કરતા તેમના પિતાજીના બેડરૂમમાંથી કબાટનું ખાનુ ખુલ્લું હતું.

કબાટમાંથી સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. તેમણે તપાસ કરી ત્યારે 12.70 લાખના સોનાના દાગીના અને 33,000ના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. ચોરીની જાણ થતા સંકેતભાઈના માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી.સંકેતભાઈએ ચોરી અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...