Friday, September 18, 2026

અમદાવાદીઓ હવે ફ્લાવર શોના સુંદર ફૂલ-છોડનું ખરીદી ઘરે લાવી શકશે, જાણો ક્યાંથી ખરીદી કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : રિવરફ્રન્ટ પર યોજાયેલા ભવ્ય ફ્લાવર શોના સમાપન બાદ તેમાં રાખવામાં આવેલી વિવિધ પ્રજાતિના ફૂલ-છોડને શહેરીજનો પોતાના ઘરના આંગણે કે ગાર્ડનમાં લગાવી શકે તે હેતુથી AMC ના ગાર્ડન વિભાગ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે શહેરના નગરજનો ચાર મુખ્ય નર્સરીઓ પરથી આ ફૂલ-છોડની ખરીદી કરી શકશે. ચાંદખેડા નર્સરી,એલિસબ્રિજ નર્સરી,નવરંગપુરા નર્સરી,સાયન્સ સિટી પાસે આવેલી AMCની નર્સરી. AMC દ્વારા આ છોડના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવ્યા છે.નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે.

છોડની વેરાયટી મુજબ રૂ. 10 થી લઈને રૂ. 235 સુધીના અલગ-અલગ ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે.વ્યક્તિગત વપરાશ માટે 1 નંગથી લઈને મોટા બગીચાઓ માટે 1000 નંગ સુધીના જથ્થામાં ફૂલ-છોડ મળી શકશે.શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે.

આ સ્થળો પરથી રોપાની ખરીદી કરી શકાશે

રસાલા નર્સરી, લૉ ગાર્ડન બી. આર. ટી. એસ બસસ્ટેન્ડની સામે, એલિસબ્રીજ, અમદાવાદ
સૌરભ નર્સરી, સૌરભ ગાર્ડન સામે, મેમનગર ફાયર સ્ટેશનની સામે, નવરંગપુરા
વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, આઈ સી આઈ સી આઈ બેંકની ગલીમાં, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા
સાયન્સ સિટી નર્સરી, સાયન્સ સિટી રોડ,ધ કેપિટલ – 2ની ગલીમાં, કેનાલ રોડ, ગોતા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...