Friday, April 3, 2026

માતા-પિતા સાવધાન, રમતા રમતા આખેઆખું રમકડું દોઢ વર્ષનું બાળક ગળી ગયું, સિવિલના તબીબોએ સફળ સર્જરી કરી બચાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી એક માસૂમ બાળકને નવજીવન આપ્યું છે. વંશ નામના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ‘હલ્ક’ આકારનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી લીધું હતું. આ રમકડું બાળકના જઠરમાં ફસાઈ ગયું હતું, જે તેના જીવન માટે જોખમી સાબિત થઈ શકતું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. બાળકની ગંભીર સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે તાત્કાલિક નિર્ણય લીધો હતો. કોઈ પણ ચીરફાડ વગર અત્યાધુનિક દુરબીન (Endoscopy) દ્વારા જઠરમાં ફસાયેલું આખેઆખું રમકડું સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. તબીબોની આ સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યને કારણે જટિલ સર્જરી સફળ રહી અને બાળકનો જીવ બચી ગયો.આ કિસ્સો માતા-પિતાને સાવધાન કરતો સાબિત થયો છે.

આ કિસ્સા અંગે ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “જો ઓપરેશનમાં થોડો પણ વિલંબ થયો હોત, તો આ રમકડું જઠરમાંથી આગળ વધીને આંતરડામાં ફસાઈ શકતું હતું. આવી સ્થિતિમાં આંતરડું બ્લોક થવાનો કે આંતરડું ફાટી જવાનો પણ મોટો ખતરો રહેલો હતો.” આ કિસ્સો તમામ માતા-પિતા માટે એક મોટી ચેતવણી છે. નાના બાળકો જ્યારે રમકડાંથી રમતા હોય ત્યારે સતત ધ્યાન રાખવું અનિવાર્ય છે, કારણ કે નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.ઓપરેશન બાદ વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ અન્ય વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, “બાળકોને આવા નાના રમકડાં ક્યારેય રમવા ન આપવા જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ. સિવિલના તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે જ આજે મારો પુત્ર સુરક્ષિત ઘરે જઈ રહ્યો છે.” ભવિષ્યમાં અન્ય બાળકો સાથે આવી દુર્ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા આ કિસ્સો વાલીઓની જાગૃતિ માટે જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...