Friday, September 18, 2026

મહેસૂલ વિભાગનું નવું જાહેરનામું, જમીન-મિલકતના e-Registration માટે હવે ચૂકવવી પડશે ફી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે રાજ્યમાં દસ્તાવેજોના ઈ-રજીસ્ટ્રેશન (e-Registration) માટે નવી ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન એક્ટ, 1908ની કલમ 78 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ ૨ ફેબ્રુઆરી, 2026થી અમલી બન્યો છે, જેનો મુખ્ય હેતુ ઓનલાઈન નોંધણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.

આ જાહેરનામા મુજબ, વર્ષ 1987ના જૂના ફી સ્ટ્રક્ચરમાં સુધારો કરીને ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે “ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી” નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે 100 ફી વસૂલવામાં આવશે.આ ફી દરેક ઈ-ફાઈલ થયેલા દસ્તાવેજ પર લાગુ પડશે, જેનો હેતુ ડિજિટલ નોંધણીની વહીવટી પ્રક્રિયાને ટેકો આપવાનો છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. હવેથી જે નાગરિકો ઘરબેઠા અથવા ઓનલાઈન માધ્યમથી દસ્તાવેજની નોંધણી કરાવશે, તેમને નિયત નોંધણી ફી ઉપરાંત આ 100 રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. આ નિર્ણયથી રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સ અને ઈ-રજીસ્ટ્રેશનની સુવિધાને વધુ વેગ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...