Thursday, April 23, 2026

નારણપુરાના હવામાન વિભાગમાં ‘ચોરીનું વાવાઝોડું’: તસ્કરો એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ ઉઠાવી ગયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા ‘એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન’ (AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં એક્ઝિક્યુટિવ એન્જીનીયર સુધીર વિશ્વરકર્માએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં રાબેદા મુજબ સુધીરે સર્વરનો ડેટા ચેક કરવાનું શરૂ કર્યુ હતું. દરમિયાનમાં તેઓને જાણવાં મળ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્ટેશનનીં સિસ્ટમ બંઘ છે. પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાની વિચારીને કોઈ તપાસ કરી નહી. સ્ટેશનની સિસ્ટમ શરુ નહી થતા સુધીરને શંકા ગઈ હતી. જેથી તે તરતજ સ્ટેશન પહોચી ગયા હતા. એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર ગયા ત્યારે એક બારી તુટેલી હાલતમાં હતી.

સુધીર ઓફિસમાં જઈને ચેક કર્યુ તો સામાન વેરવિખેર પડ્યો હતો. સુધીરને શંકા થઈ ગઈ હતી કે તસ્કરોએ ઘુસીને ચોરી કરી છે. સ્ટાફે તપાસ કરી તો તેને ખબર પડીકે તસ્કરોએ નાઈટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ, યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હતી. સુધીરે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...