Wednesday, March 11, 2026

અમદાવાદના યુવા એડવોકેટ પાર્થ સોનીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ, કેનેડામાં ‘બેરિસ્ટર એન્ડ સોલિસિટર’ બની પોતાની લૉ ફર્મ શરૂકરી

spot_img
Share

અમદાવાદ : શહેરના કાયદાકીય ક્ષેત્ર અને વકીલ આલમ માટે ગૌરવપૂર્ણ ઘટનામાં, અમદાવાદના જાણીતા એડવોકેટના પુત્રએ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ શ્રી પંકજ સોનીના સુપુત્ર પાર્થ સોનીએ તાજેતરમાં કેનેડામાં ‘બેરિસ્ટર એન્ડ સોલિસિટર’ (Barrister and Solicitor) ની ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરી છે.

ગુજરાત હાઇકોર્ટથી કેનેડા સુધીની સફર પાર્થ સોની કાયદાકીય વારસો ધરાવે છે. તેઓ આ અગાઉ અમદાવાદમાં જ ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા હતા અને કાયદાકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. પોતાની કારકિર્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ કેનેડામાં કાયદાકીય અભ્યાસ અને જરૂરી પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

ઓન્ટારિયોમાં નવી લૉ ફર્મનો પ્રારંભ માત્ર ડિગ્રી મેળવીને અટકવાને બદલે, પાર્થ સોનીએ કેનેડાના ઓન્ટારિયો (Ontario) ખાતે પોતાની સ્વતંત્ર લૉ ફર્મ શરૂ કરી છે. ભારતીય કાયદા અને કેનેડિયન કાયદા બંનેના જ્ઞાનનો સમન્વય હોવાથી, તેમની આ સિદ્ધિ ત્યાં વસતા ભારતીય સમુદાય અને સ્થાનિક લોકો માટે કાયદાકીય સલાહ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

એડવોકેટ પંકજ સોનીના પરિવાર અને મિત્રવર્તુળમાં આ સમાચારને પગલે ખુશીનો માહોલ છવાયો છે અને પાર્થ સોનીને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. એક ગુજરાતી યુવા વકીલે વિદેશમાં જઈને પોતાની કાબેલિયતથી લૉ ફર્મ સ્થાપીને અમદાવાદનું નામ વિશ્વસ્તરે ગુંજતું કર્યું છે.

તમને જણાવી દઈએ કે પાર્થ સોનીના પિતા પંકજ સોની પણ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે, તેઓના પરિવારમાં કુલ 11 સભ્યો વિવિધ કોર્ટમાં એડવોકેટ છે.તેઓના પિતાશ્રી કનૈયાલાલ શાંતિલાલ સોની પણ એડવોકેટ છે. તેમના ત્રણ મોટા ભાઈઓ, પ્રકાશભાઈ, કિરીટભાઈ તથા વિજયભાઈ પણ એડવોકેટ છે.તેમના ભત્રીજા નામે રાજેશભાઈ તથા દિપેશભાઈ, દીપ સોની તેમજ દર્શનભાઈ પણ એડવોકેટ છે તથા તેમની ભત્રીજી નામે પિન્કીબેન પણ એડવોકેટ છે.

તમને જણાવી દઈએ કે કેનેડામાં વકીલ બનવા માંગો છો તો તમને કેનેડાની NCA પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. જેને લો સોસાયટી ઑફ ઑન્ટારિયોની બેરિસ્ટર અને સોલિસિટર પરીક્ષા ગણાય છે. જેથી કેનેડામાં વકીલાત કરવાનો રસ્તો સરળ બની જાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...