Wednesday, March 11, 2026

અમદાવાદ સિવિલમાં શરૂ થઈ ‘યુરોડાયનેમિક સ્ટડી’, હવે યુરિનની જટિલ સમસ્યાનું થશે ફ્રી અને સચોટ નિદાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સામાન્ય માણસને પણ જટિલ રોગોની શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે મળે તેવા ઉમદા અભિગમ સાથે, સિવિલના યુરોલોજી વિભાગમાં 55 લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ‘યુરોડાયનેમિક સ્ટડી’ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોને વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની રાજ્ય સરકારની આ કટિબદ્ધતા, જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

અત્યાધુનિક ‘યુરોડાયનેમિક સ્ટડી’ સેવામાં યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય (Bladder) અને મૂત્રનળી (Urethra) કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે જણાવ્યું હતુ કે, ‘આ તપાસથી યુરિનની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે અસરકારક સારવાર આપી શકાય છે. પરિણામે, દર્દીઓને અનાવશ્યક દવાઓ કે સર્જરીના જોખમમાંથી બચાવી શકાય છે.’

આ તપાસ ખાસ કરીને નીચે મુજબની સમસ્યાઓમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે

•વારંવાર યુરિન થવો કે યુરિન અટકાવી ન શકવો.
•યુરિન કરતી વખતે દુ:ખાવો કે શરૂ કરવામાં મુશ્કેલી.
•ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો.
•સ્ત્રીઓમાં યુરિન લીકેજની સમસ્યા.
•સ્પાઇનલ ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે આ પરીક્ષણ આશીર્વાદરૂપ છે.

ખાનગી સંસ્થાઓના ખર્ચમાંથી મુક્તિ અને મફત સારવાર

સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી આવી મોંઘી તપાસો માત્ર ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં સામાન્ય દર્દીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ તપાસ દર્દીઓ માટે સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે.’

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. પેશાબની સમસ્યા ધરાવતા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની યુરોલોજી ઓપીડીમાં તપાસ કરાવવાની રહેશે, જેથી તેઓ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...