Wednesday, March 11, 2026

અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને મેચના દિવસે કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026ની મેચો હવે અમદાવાદના આંગણે રમાવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપની આગામી દિવસોમાં મેચ રમાવાની છે. જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર, મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના કેટલાક માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વર્લ્ડ કપની મેચો દરમિયાન ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરીના રોજ મેચના દિવસોએ બપોરે 3:00 વાગ્યાથી મોડી રાત્રિ સુધી ટ્રાફિક પર પ્રતિબંધ અને નિયમો અમલી રહેશે. વધુમાં, જો 8 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે, તો તે દિવસે પણ આ જ મુજબ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે.

મેચ દરમિયાન જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો માર્ગ તમામ સામાન્ય વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન સુધીના માર્ગ પર પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જોકે, આ પ્રતિબંધો વચ્ચે ઇમરજન્સી સેવાઓ, સ્થાનિક રહીશો અને યોગ્ય પરવાનગી ધરાવતા વાહનોને અવર-જવર માટે મુક્તિ આપવામાં આવશે.

વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ
જો તમારે મેચ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થવાનું હોય, તો પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાય છે. જે અંતર્ગત તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો ONGC ચાર રસ્તા, વિસત ટી-જંકશન અને જનપથ ટી-જંકશન થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકશે. તેવી જ રીતે, કોટેશ્વર અથવા ભાટ તરફથી આવતા લોકો કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.

મેચ સંબંધિત પરવાનગી ધરાવતા વાહનો, ઇમરજન્સી સેવાઓ તેમજ સ્ટેડિયમ આસપાસના સ્થાનિક રહીશો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા મેચ દરમિયાન સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...