Tuesday, February 10, 2026

અમદાવાદીઓ સાવધાન ! શહેરના 9 હોટલ-રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લેવાયા, 15 દિવસે રિપોર્ટ આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા પનીરના નમુના લેવામાં આવ્યા છે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો પનીર ખાવા જતા હોય છે જે પનીર એનાલોગ પનીર એટલે કે હલકી ગુણવત્તાનું પનીર હોય છે જેને ધ્યાનમાં રાખી અને પનીરની તપાસ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 9 જેટલી હોટલ- રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા પનીરમાં મોઈસ્યર(ભેજ), ચરબીનું પ્રમાણ, મિલ્ક સિવાયની ફેટ, વેજીટેબલ ફેટ તેમજ સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે નમૂના લેવામાં આવ્યા હતા.નમૂનાને ચકાસણી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની NABL એક્રેડીએટેડ લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે. અઠવાડિયાથી 15 દિવસમાં રિપોર્ટ આવશે.

આ નમૂનાઓ પૈકી જે નમૂના અપ્રમાણિત જાહેર થશે તેવા એકમો વિરુદ્ધ FSSAI- 2006 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ તે એકમો દ્વારા જે એકમો પાસેથી આ પનીરની ખરીદી કરવામાં આવે છે. તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે હોટલ- રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...