Wednesday, March 11, 2026

સેટેલાઇટની શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે ભીષણ આગ, 100 લોકોનું સુરક્ષિત રૅસ્ક્યૂ, જુઓ Video

spot_img
Share

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ITC નર્મદા હોટલની બાજુમાં સ્થિત ‘શિવાલિક’ બિલ્ડિંગમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાથી આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગના ધૂમાડાના ગોટેગોટા બિલ્ડિંગના 8 મા અને 9મા માળે પ્રસરી જતા ત્યાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાપુરમાં આવેલ શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે ચોથા ફ્લોર પર આવેલી 406 નંબરની રિયલ એસ્ટેટ ઓફિસમાં લાગી હતી. ઓફિસના ફર્નિચરમાં આગ લાગતા સ્થળ પર ભારે ધુમાડો ફેલાયો હતો.આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરાયા હતા, સદભાગ્યે ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી તેમજ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડો વધુ ફેલાઈ જતાં ફાયર ફાઇટરોએ ફોર્સ વેન્ટિલેશન કરી અંદર ભરાયેલો ધુમાડો બહાર કાઢ્યો હતો.અંદાજે એક કલાક સુધી ચાલેલી ફાયર ફાઇટિંગ કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી.મહત્વપૂર્ણ વાત એ રહી કે બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હાલતમાં હોવાથી આગને ઝડપી કાબૂમાં લેવા મદદ મળી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...