Wednesday, April 15, 2026

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ મહત્વના સમાચાર, આ ટોલ ફ્રી નંબર ડાયલ કરશે તો દરેક સમસ્યાનું મળશે સમાધાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક, શૈક્ષણિક અને માર્ગદર્શન સહાય મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ટોલ ફ્રી હેલ્પલાઇન 12 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. ત્યારે શિક્ષણ વિભાગના આદેશને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ હેલ્પલાઇન નંબર 9909922648 જાહેર કર્યો છે. 9909922648 હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે.વિદ્યાર્થીઓને હેલ્પલાઇન પર વોટ્સએપના માધ્યમથી ઉકેલ મળશે.હેલ્પલાઇનનો સમય દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધીનો રહેશે. આ સેવા દરમિયાન અનુભવી શિક્ષકો, માર્ગદર્શકો અને કાઉન્સેલરો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાની તૈયારી કરી શકે.

DEO કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેના દ્વારા એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટની ટિમ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. વાંચું છું પણ યાદ રહેતું નથી. મને પરીક્ષાનો ડર સતાવે છે જેવા પ્રશ્નો વધારે પડતા હોય છે. જેના માટે અમારી સાયકોલોજીસ્ટની ટીમ વિદ્યાર્થીઓને કોલ કરી તેઓનો ડર દૂર કરે છે અને પરીક્ષા માટે માર્ગદર્શન આપે છે.

એવી જ રીતે જો કોઈ વિદ્યાર્થીઓના વિષયને લાગતા પ્રશ્નો હોય તો તેના માટે વિષયને લગતા એકપર્ટ વિદ્યાર્થીઓનો વોટ્સએપ મેસેજ આવતા જે તે વિદ્યાર્થીઓને કોલ કરી વિષયને લગતું માર્ગદર્શન આપે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા હોય તો આ હેલ્પલાઇનનો સંપર્ક કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...